World of Online and Offline by Janki Contractor - CorrectSkill.com

World of Online and Offline by Janki Contractor

દુનિયા કેટલી મોટી છે આપણી દોસ્તો, આ દુનિયા માં કેટલા બધા લોકો અને કરોડો ની સંખ્યા માં લોકો વસે છે. બધાની વિચારવાની શક્તિ અલગ અલગ હોય છે. અને કામ પણ બધાનું અલગ હોય છે. આટલી મોટી દુનિયા ખાલી બે વસ્તુ પર ચાલુ છે જાણો છો દોસ્તો એ કઈ વસ્તુ છે?

… Online અને Offline

જી હા, દોસ્તો ક્યારેક પણ વિચાર્યું છે આના વિશે કે આટલી મોટી દુનિયા ચાલે છે ખાલી આ બે વસ્તુ પર, જો આ બે વસ્તુ ના હોય તો ઘણી બધી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

આ બંને વગર આપણી દુનિયા અધૂરી છે. આપણે ખાલી એક વિચાર કરીએ કે કદાચ Online વસ્તુ જ બંધ થઈ જાય તો,…online ત્યારે જ ચાલે જ્યારે આપણાં ફોન માં Internet નું રીચાર્જ કરાવીએ, પણ એક મિનિટ માટે વિચારો કે Internet બંધ થઈ જાય તો અડધી દુનિયા બંધ થઈ જાય. લોકો નો Online ધંધો બંધ થઈ જાય તો કેટલું બધુ નુકશાન થાય છે એવી જ રીતે બીજી બાજુ Offline માં પણ એવું જ છે જેમ કે કરિયાણા ની દુકાન અને બીજી બધી દુકાનો પણ પછી આપણાં ને જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ ક્યાંથી મળશે?. એ વાત બરાબર છે તમારી કે Online મંગાવી લેવાય તમે એવું વિચારતા હશો, પણ આખી દુનિયા માં જોવા જઈએ તો એવા ઘણા બધા લોકો છે જેને Online ખરીદી કરતાં ના આવડતી હોય કદાચ 10 કે 20% તો હશે જ, તો એવા લોકો માટે તો દુકાનો હોવી જરૂરી છે ને નહીં તો એમની તો દુનિયા જ અટકી જાય દોસ્તો…

પહેલા ના જમાના ની વાત કરીએ તો એ જમાના માં આ Net જેવી કોઈ વસ્તુ જ નહોતી અને પાછા મોબાઇલ પણ ન હતા તો પણ, લોકો જીવતા હતા પણ તે વખતે આપનો દેશ વિકસિત ન હતો પણ તે વખતે આપના દેશ નો વિકાસ થઈ રહ્યો હતો અને હવે આપણો દેશ કેટલો બધો આગળ આવી ગયો છે. અત્યારે આપણે 21 મી સદી માં જીવીએ છે. આ સદી માં આપણાં ત્યાં રોજે-રોજ નવા-નવા સંશોધનો થાય છે. રોજે નવી–નવી વસ્તુ ઓ બને છે જેનાથી લોકોને જીવન જીવવામાં સરળતા રહે અને લોકો પોતાનું જીવન સહેલાઈ થી જીવી શકે અને પોતાની દરેક જીવન ની પળ નો આનંદ માની શકે.

આ બધુ શક્ય થયું આપણાં ભણતર ના લીધે કેમ કે લોકો જેમ-જેમ ભણતા ગયા તેમ-તેમ લોકો નવું-નવું સંશોધન કરતાં ગયા અને આપણો દેશ ધીરે-ધીરે આગળ આવતો ગયો અને આપણાં દેશ નો પણ વિકાસ થતો ગયો. વિકાસ થયો તેવી જ રીતે નવી ટેક્નોલોજી આવતી ગઈ અને ઈલેક્ટ્રોનિક વસ્તુ ઓ પણ બનતી ગઈ. મોબાઇલ આવ્યા પહેલા પછી લોકો એકબીજા જોડે વાતો કરતાં થયા ત્યાર પછી ધીરે-ધીરે Internet આવ્યું અને લોકો એ Internet રીચાર્જ કરાવવા લાગ્યા.

Net આવ્યા પછી તમને જે વસ્તુ ખબર ના પડે અથવા ના આવડે તો એ શોધવા માટે Browser આવ્યા જેમ કે Googleછે, પછી Mozila Firefox, Google Chrome એવા બધા.

અત્યારે હાલ માં જોવા જઈએ તો બધા Google વધારે ઉપયોગ માં લેવાય છે. કોઈ નવી વસ્તુ શીખવી હોય તો બસ Google પર શોધો સેકંડ માં જ જવાબ હાજર થઈ જશે તમારી સામે. અત્યારે આ Internet ના લીધે આખો દેશ પ્રગતિ કરી રહ્યો છે. આજની સદી માં Online વગર દુનિયા ચાલતી નથી. આપણાં મગજ માં એક જ વિચાર જો કોઇ પણ વસ્તુ ના આવડે તો કે ચાલો Google કરીએ બરાબર ને દોસ્તો…

Online અને Offline ના લીધે આજે દુનિયા કેટલી પ્રગતિ કરી રહી છે. લોકો પોતાનો ધંધો Online પણ શરૂ કરે છે. જેમના માં આવડત હોય એ પોતાની કંપની પણ પોતાના દેશ માં ખોલે છે જેનાથી લોકો રોજગારી પણ મળે છે, અને બીજી બાજુ Online ધંધો કરવો હોય તો જેમ કે તમને કોઈ સારી વસ્તુ બનાવતા આવડતી હોય ઉદાહરણ તરીકે કહીએ તો Craft હોય કે Sketch કે Designing કરતાં આવડતું હોય અથવા તો કોઈ Event Organize કરતાં આવડતું હોય તો બસ Online Instagram પર પોતાનું Account બનાવો અથવા તો Facebook પર તમારું Page તૈયાર કરો પછી તમારી વસ્તુ ઓ Online તમારા Account પર મૂકો પછી જુઓ ઓર્ડર મળવાના શરૂ થઈ જશે.

દુનિયા માં કોઈક પણ કામ અઘરું નથી બસ, આવડત હોય તમારા માં તો શરૂ કરી દો. આપણે ધારીએ તો ગમે તે વસ્તુ કરી શકીએ છે બસ પોતાની ઈચ્છા અને એ કામ પૂરું કરવાની આપણાં માં ધગશ હોવી જોઈએ પછી એ ગમે તે કામ હોય એ સરળતાથી પૂરું થઈ જશે.

અત્યારે હાલ ની સ્થિતિ માં જોવા જઈએ તો લોકો Online ખરીદી વધારે કરે છે. Online ખરીદી કરવા માટે સૌથી વધારે લોકો Amazon કે પછી Flipcart એવી બધી એપ્લિકેશન નો ઉપયોગ કરે છે. આના સિવાય એવી ઘણી બધી એપ્લિકેશન છે જેના પર તમને તમારી મનગમતી વસ્તુ આરામ થી ઘરે બેઠા મળી જાય છે. ઘરે બેઠા વસ્તુ મળવાથી બહાર જવાનું ટાળે છે. તમને જે જોઈએ એ વસ્તુ મળી જાય છે જેમ કે કપડાં છે કે ઈલેક્ટ્રોનિક વસ્તુ ને બીજું ઘણું બધુ. હવે તો કોઈ ખાવાની વસ્તુ ઓ પણ જોઈએ તો Online માંગવી શકો છો એના માટે Zomato છે કે પછી Swiggy.

આમ જોવા જઈએ તો આખી દુનિયા Online પર વધારે ચાલે છે અને બીજું જોવા જઈએ તો Online ખરીદી કરીએ તો ઘણા બધા ફાયદા પણ થાય છે. Online ખરીદી કરવાથી સૌથી પહેલા તો Discount મળે છે અને સમય જે નક્કી થયો હોય એ જ સમય પર વસ્તુ તમારા ઘરે પહોચી જાય છે. હા અત્યારે આ કોરોના મહામારી ના કારણે Online ખરીદી પહેલા કરતાં વધી ગઈ છે. અત્યારે હાલ માં બહાર ના જવાને કારણે લોકો ને જે પણ વસ્તુ જોઈએ તો Online જ મંગાવી લે છે એ પછી એ જીવન જરૂરિયાત ની વસ્તુ હોય એ ઘર ની ખાણી-પીણી નો કોઈ સામાન હોય બધુ જ Online ઉપલબ્ધ છે.

D-Mart ની એપ્લિકેશન પર જઈએ તો બધો જ તમારા ઘર નો સામાન આવી જાય જે જોઈએ એ બધુ. એ પણ એક દમ સહીસલામત તમારા ઘરે પણ પહોચાડી આપે છે પછી બહાર જવાની જરૂર જ ના પડે. આ મહામારી માં બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે તો ઘરે રહો અને સુરક્ષિત રહો.

આ કોરોના ના લીધે કેટલી બધી મુશ્કેલી આવી ગઈ છે ઘણા બધા ને પોતાના નોકરી માથી છૂટા કરી દીધા છે અને અમુક લોકો ધંધા પણ બેસી ગયા છે. આ કપરી મુશ્કેલી માંથી ફરી આપણો દેશ આગળ આવશે કેમ કે આપણાં ભારત દેશ માં અત્યાર સુધી કોઈ પણ મુશ્કેલી માં હાર માની નથી કે, આગળ જતાં ભવિષ્ય માં હાર માનીએ પણ નહીં. જેમ પહેલા આપણો દેશ ધમધોકાટ ચાલતો હતો એવો જ ફરી ચાલતો થઈ જશે બસ એના માટે આપણે બધા હિમ્મંત હારીએ નહીં અને આપણાં સગાસંબધીઓ ને પણ હિમ્મંત આપીશું અને એમને કાળજી રાખવા કહીશું એટલે કોરોના ને હરાવીને જીતી જઈશું અને ફરી પાછા એવી જ મોજ-મસ્તી થી આપણે જીવતા થઈ જઈશું.

  10 Best Freelance Websites for Online Earning

Online લોકો જ ધંધો કરે છે એમાં પણ મહેનત જોઈએ. Online ધંધો કરવા માટે વિચારવું પડે કે લાંબા સમય સુધી ચાલશે કે નહીં?, કેટલો નફો થશે? કે, કેટલું નુકશાન?,અને બીજું ઘણું બધુ. એક વાર ધંધો ચાલુ કર્યા પછી એને પછી એનું Marketing માટે તમારા બધા દોસ્તો અને સગાસંબધી ઓ ને કહો એ લોકો બીજાને માહિતી આપશે આમ તમારો ધંધો પણ વધશે અને લોકો ને ખબર પણ પડશે બાકી તો તમે Online Account તો બનાવ્યા જ હશે એના પરથી પણ ઘણી બધુ કામ મળશે અને Marketing પણ થશે. કોઈ પણ કાર્ય કરવામાં મહેનત તો કરવી જ પડે બોસ. મહેનત કરવાથી કોઈ ના કોઈ દિવસ સફળતા જરૂર મળે છે અને એ જ ધંધા માં આપણાં ને ભવિષ્ય માં પ્રગતિ મળે છે. કહેવાય છે ને,

“મહેનત કરવા વાળા વ્યકિત ની કોઈ દિવસ હાર થતી નથી.”

હમેશાં મન માં સકારાત્મક વિચારો રાખવા જોઈએ. સકારાત્મક વિચારો રાખવાથી હમેશાં સારું જ થાય છે અને મન માં કોઈ ઉલજન કે શંકા રહેતી નથી. મગજ માં જ્યારે ખરાબ વિચાર આવે ત્યારે આપણું કામ બગડે છે અને કામ સારી રીતે થતું નથી એટલે મન માં નકારાત્મક વિચારો ને જગ્યા જ ના આપવી જેથી કામ બગડે નહીં અને બધુ જે તમે તમારા ધંધા માટે વિચાર્યું હોય એ સારી રીતે પૂર્ણ થાય.

હવે વાત કરીએ Offline દુનિયા ની. Offline દુનિયા પણ એટલી જ મહત્વ ની છે દોસ્તો જેવી રીતે Online દુનિયા છે. ઘણા બધા લોકો એવા પણ છે જે Online કરતાં Offline ને વધુ મહત્વ આપે છે. દુનિયા માં લોકો Offline ખરીદી કરવાનું પણ પસંદ કરે છે કેમ કે Offline ખરીદી કરવાથી બે ફાયદા થાય છે એક તો એ છે કે બહાર ફરવા જવાય છે અને બીજું જે વસ્તુ ની ખરીદી કરીએ છે એ બરાબર જોઈ ને લેવાય છે બરાબર ને દોસ્તો….

હવે વિચારો કે Online ખરીદી કરીએ તો બહાર ફરવા ના જવાય અને જે વસ્તુ ની ખરીદી કરીએ છે તેને જોવાય પણ ના અને જોવી હોય તો Online માં એના પિક્ચર જોઈ ને ખરીદી કરવી પડે છે. 10 થી 20% લોકો છે જેને Online ખરીદી કરતાં નથી ફાવતી એ તો Offline ખરીદી કરવાના જ છે પણ, અમુક વાર બહાર ફરવાના બહાને પણ ખરીદી કરી લે છે. તો એક મિનિટ માટે વિચારો કે આ દુકાનો અને D-Mart બંધ થઈ જાય તો તમે ફરવા ક્યાં જાવ ?.

હવે તમે એવું વિચારશો કે ફરવા તો બીજી જગ્યા એ પણ જવાય જેમ કે Waterpark છે કે પછી કોઈ બીજી જગ્યા, બરાબર છે પણ ખાલી બે કલાક કે એક જ કલાક માટે જવું હોય તો શું કરો?. એક કે બે કલાક માટે જવા માટે જો દુકાનો અને D-Mart ખુલ્લા હોય તો તમારી સ્કૂટી કે બાઈક લઈ ને આટો મારવા જઈ શકો છો અને જે લેવાનું હોય એ પણ ઊભા રહીને લઈ શકો છો આમ તમારી ખરીદી પણ થઈ જાય અને ફરવા નું બંને થઈ જાય. એટલા માટે Online અને Offline બંને ની આ દુનિયા માં જરૂરિયાત છે.

બીજી બાજુ જો આ દુકાનો બંધ થઈ જાય તો બીજું નુકશાન એ પણ થાય છે કે એ દુકાન માં કામ કરનારા લોકો ની રોજગારી જતી રહે છે. અને એના પછી બીજી નોકરી ના મળે ત્યાં સુધી ઘરે બેસી રહેવું પડે છે અને ઘરબાર ચલાવવો મુશ્કેલ પડી જાય છે. આ Offline ની દુનિયા માં લોકો ને રોજગારી મળે છે એટલે આ Offline દુનિયા હોવી જરૂરી છે નહીં તો ઘણા બધા લોકો ભૂખ્યા મરે અને ઘરે કામ વગર બેસી રહે.

Offline ની દુનિયા માં જે ભણતર ચાલે છે જેમ કે સ્કૂલ છે, કોલેજ છે કે, બીજા ઇન્સ્ટિટ્યૂટ છે, આ બધુ Offline જ મજા આવે શું કહેવું છે દોસ્તો…આપણે શાળા કે કોલેજો માં જઈએ અને શિક્ષક આપણને ભણાવે એ મજા પછી આપણે આપના દોસ્તો ને પણ મળી શકીએ છે રોજ. દરરોજ શાળા કે કોલેજો માં જવું ભણવું અને દોસ્તો ને મળવું એમની જોડે મસ્તી કરવી એ બધી મજા આવે છે. જ્યારે રિસેસ પડે ત્યારે ભેગા મળીને બેસીને નાસ્તો કરવાનો આ બધી મજા આવે છે. દરરોજ ની આપની નવી-નવી યાદો બને છે એ રોજ ની મસ્તી, રિસેસ નો સમય, સાથે બેસીને ગપ્પાં મારવા કે પછી લાઇબ્રેરી માં જઈ ને વાચવું એવી ઘણી બધી યાદો બને છે, જેની કોઈ ગણતરી જ નથી દોસ્તો. તમે દરરોજ શાળા કે કોલેજો માં જશો તો દરરોજ નવું-નવું શીખવા મળશે અને બીજું રોજ કઈ ને કઈ નવું કરવાની પ્રેરણા પણ જાગશે. જ્યારે શિક્ષક ભણાવે ત્યારે આપને પૂરે-પૂરૂ ધ્યાન આપી શકીએ અને તમારી પાસે પુસ્તક હોય તો તમે વાચી પણ શકો છો અને કઈ ના સમજ પડે તો એ જ સમય પુછી પણ શકો છો અને પાછું કઈક વસ્તુ અગત્ય ની લાગે તો એને તમરી નોટ બૂક માં પણ લખી શકો છો. આ બધુ જ સંભવ છે.

આ શાળા અને કોલેજ બંને જીવન ના એવા મહત્વ ના બે પગથિયાં છે જે આપણ ને નવી-નવી વસ્તુ ઓ શીખવાડે છે અને જીવન કઈ રીતે અને કેવી રીતે જીવવું એનો માર્ગ પણ બતાવે છે. આ બંને પગથિયાં જો તમને ક્યારેક ઠોકર પણ વાગે અને તમે પડી જાવ તો પણ તમે જાતે ઊભા થઈ શકો છો એટલી શક્તિ છે આ બંને માં. દોસ્તો દરેક ના જીવન માં આ બંને પગથિયાં ખૂબ મહત્વ ના ભાગ ભજવે છે.

આ Offline ની દુનિયા માં તમારા વર્ષો અને દિવસો ક્યાં અને ક્યારે વીતી જશે ખબર પણ નહીં પડે અને યાદો તો એટલી બધી ભેગી થશે કે યાદ કરીને એને ફરી થી જીવવાની ઈચ્છા થઈ જશે. જેમ કે તમારી યાદો ના ફોટા જોઈને એ ફોટો ક્યારે પાડયો તો અને કઈ ક્ષણ હતી એ બધુ યાદ આવશે.

હવે પાછા Online દુનિયા માં આવીએ અને એમાં જોવા જઈએ તો શું તમને દરરોજ મજા આવે તમારા કમ્પ્યુટર કે મોબાઇલ માં ભણવાની? આમ તો ના જ ગમે કોઈ ને દરરોજ મોબાઇલ કે કમ્પ્યુટર માં ભણવાનું બરાબર કીધું ન દોસ્તો… એ વાત બરાબર છે હમણાં કોરોના મહામારી ના લીધે બધાને ઘરે બેઠા બેઠા કામ કરવાનું કીધું છે અને ભણવાનું પણ ઘરે જ ચાલે છે. કોરોના ના હોય તો વિચારો તમને ઘરે બેસીને કામ કરવાનું અને ભણવાનું ગમે , કોઈ ને પણ ના ગમે. ઘરે બેસીને ચાલો આપણે ભણી પણ લઈએ પણ શું તમે તમારા દોસ્તો ને મળી શકશો ? નહીં મળી શકો. જેમ આપણે શાળા કે કોલેજો માં આપના બ્રેક સમય માં નાસ્તો લઈ ને બેસી ને વાતો પણ નહીં થાય. કોલેજો માં દર વર્ષે નવા-નવા લોકો આવે છે તો એમની ફ્રેશર પાર્ટી શું Online કરવાની મજા આવશે? બિલકુલ નહીં આવે એના માટે કોલેજ માં જઈને બધી સગવડ કરવી પડે એમાં મજા આવે કારણ કે બધા સાથે મળી ને તૈયારી કરે એમાં કેટલી મજા આવે બધા મળે અને બધા ના નવા-નવા વિચારો જાણવા મળે અને બીજું ઘણું બધુ થઈ શકે. આમ અમુક વસ્તુ Offline માં જ મજા આવે.

  Freelance Services / Business Ideas for New IT Startup

જેમ કે બે પૈડાં નું વાહન હોય એમાથી જો એક પૈડું નીકળી જાય તો વાહન ના ચાલે એમ જ આ દુનિયા માં જીવવા માટે Online અને Offline બંને ની જરૂર છે. જેમ એક પૈડાં વગર વાહન અધૂરું છે એમ Online અને Offline બંને માંથી એક પણ ના હોય તો જીવન અટકી જાય છે. બીજું જોઈએ તો આપણી 9 to 6 ની જોબ હોય તો કેવું સવારે વહેલા ઊઠીએ છે કેમ કે ઓફિસ જવા માટે, કામ કરવા અને દિવસ પસાર કરવા જે ઘરે બેઠા બેઠા આપને Online કામ કરીને પણ પસાર કરી શકીએ છે પણ એના કરતાં દરરોજ ઓફિસ જઈએ દોસ્તો ને મળીએ એમને Good Morning કહીએ પછી પોતાના ટેબલ પર જઈ ને કામ કરવાની મજા જ અલગ હોય છે. આ મજા જે ઓફિસ પર આવે એ ઘરે આપના ને ના આવે કેમ કે આપણે ઘર ને ઓફિસ અને ઓફિસ ને ઘર ના બનાવી શકીએ.

ઓફિસ માં અમુક વાર ફ્રી સમય હોય તો બાજુવાળા જોડે બેસીને વાત કરી શકો પછી કોઈ દિવસ ની ઉજવણી હોય એ પણ કરી શકીએ જેમ કે, 15th August કે પછી 26th January ને બીજા ઘણા બધા. આપણે ઘરે બેસીને આ બધી મજા ના લઈ શકીએ. ઓફિસ જવાની અને સમય પર પાછા ઘરે પહોચવાની મજા જ કઈ અલગ હોય છે. ઓફિસ પર પોતાના કામ નો સમય પૂરો થયા પછી દોસ્તો ને Good Bye કહી ઘરે આવવાની મજા જ કઈ અલગ હોય છે જે ઘરે બેઠા બેઠા ના માણી શકાય. તમે જ વિચારો ને દોસ્તો ઘરે બેસીને દોસ્તો ને મોબાઇલ પર કે વિડિયો કોલ પર Bye કહેવાની એવી મજા આવે જેવી ઓફિસ પર સામસામે Good Bye કહેવાની આવે?. ઓફિસ ના મહિના ના છેલ્લા દિવસ એ આપણો પગાર આવે એની તાલાવેલી હોય ક્યારે આવશે ,આ વખતે કેટલો આવશે, એ બધી જ જાણવાની ઉત્તેજના હોય. ઓફિસ માં હોઈએ તો દિવસ વાતો કરતાં અને કામ કરતાં ક્યારે પસાર થઈ જાય ખબર જ ના પડે. આ બધી મજા આપણે ઘરે ના લઈ શકીએ.

ઓફિસ, શાળા કે કોલેજ હોય તો દિવસો અને વર્ષો પૂરા થતાં વાર જ નહી લાગતી. અઠવાડિયા નો છેલ્લો દિવસ રવિવાર ક્યારે એ પણ ખબર નહીં પડતી. જ્યારે રવિવાર આવે એમાં પણ આપણે આખા અઠવાડિયા માં કામ કરીને થાકી ગયા હોય તો એવો પણ વિચાર આવે કે ચાલો, બહાર ફરવા જઈએ અને રવિવાર પણ જોત જોતામાં પૂરો થઈ જાય છે. અત્યારે કોરોના ના લીધે બધા ને ઘરે રહેવું પડે છે અને હું એ પણ કહી શકું છું કે બધા ને પોતાની કોલેજ, શાળા અને ઓફિસ યાદ તો આવતી જ હશે.

Offline માં આપણે બીજું જોવા જઈએ તો જે ખાવાના શોખીન હોય છે એ લોકો બહાર જાય છે અને ખાઈને મજા પણ માણે છે. પહેલા તો વિચાર આવે કે ચલો આજે બહાર જવાનું છે, હોટેલ માં જમવાનું છે એટલે આપણે બધા ઘર ના સભ્ય મસ્ત તૈયાર થાય છે અને ગાડી કે સ્કૂટી લઈ ને જાય છે. ઘર કરતાં બહાર ની દુનિયા માં પણ એટલી જ મજા આવે છે જેટલી ઘરે મજા આવે છે. Onlineજમવાનું પણ મંગાવે છે અને ઘરે મજા માણે છે. ઘરે આપણે જેમ જમવાનું મંગાવીએ અને એ 20 કે 30 મિનિટ માં આવી જાય અને એ ગરમ ગરમ જમવાની મજા પણ કઈ અલગ જ હોય છે.

બીજી બાજુ Mall માં જવું ખરીદી કરવી અને પાછા ફોટો પણ પાડવાની મજા આવે છે. આ બધી મજા આપણે બહાર જઈએ ત્યારે જ આવે. તમે જ કહો આ બધી મજા શું આપણને ઘરે આવે, બિલકુલ ના આવે દોસ્તો… બહાર જઈએ તો સમય પસાર થાય અને પછી આપણે નાસ્તો કરી એ અને આપણો દિવસ પૂરો થઈ જાય. Online માં જેટલી મજા આવે એટલી Offline માં પણ આવે છે.

ઘરે બેસીને તમે Video Call પર વાત કરી શકો છો એ પણ મજા આવે છે. બીજી બાજુ વિચારીએ તો આપણે કેટલો સમય વાત કરી શકીએ છે Call પર બહુ તો બહુ અડઘો કલાક કે પછી એક કલાક પણ પછી શું?. બહાર મળીએ તો આપણે કેટલી બધી વાતો કરી શકીએ અને કલાકો ના કલાક પસાર કરી શકીએ છે. હા એ વાત છે કે, બહુ દૂર રહેતા હોય તો Video Call આપણને સરળ પડે છે અને એમ જ કે સામે વાળો વ્યકિત આપના સામે જ બેઠો છે. જેના સગા-સંબધી દૂર રહેતા એમના માટે તો આ Video Call આશીર્વાદ રૂપ લાગે. રોજ એમને જોઈ શકાય વાતો કરાય એના માટે ખાલી જરૂરી છે તમારા Net નું રીચાર્જ હોય બસ.

Offline માં બીજી વાતો કરીએ તો Offline રમતો રમવાની પણ મજા આવે છે. જેમ કે ફુલ રૅકેટ, ફૂટબોલ કે પછી બાસ્કેટ બોલ વગેરે… બહાર રમતો રમવાથી આપનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તંદુરસ્ત રહે છે. બીજું આપના ને પ્રકૃતિ જોડે રહેવા પણ મળે છે. આ રમતો રમવાથી ફાયદા પણ થાય છે કે આપના દોસ્તો મળે છે અને સમય પણ પસાર થાય છે.ક્રિકેટ ની રમત જ્યારે મેદાન માં રમાય છે ત્યારે મેદાન માં લાખો લોકો ભેગા થાય છે અને બૂમો પાડવાની પણ એટલી જ મજા આવે છે. બધા પોત-પોતાના પસંદીદાર ખેલાડીઓ નો ઉત્સાહ વધારે છે.

Online રમતો ની વાત કરીએ તો એ આપણે આપના મોબાઇલ કે કમ્પ્યુટર પર રમીએ છે. આપણે વિચારવા જઈએ તો શું એમાં કોઈ ફાયદો થાય છે? હવે તમે કહેશો કે હા, અમારો સમય પસાર થઈ જાય છે અને એક કે બે કલાક આરામ થી નીકળી જાય છે બરાબર છે વાત પણ શું તમે Online રમત રમશો તો તમારા દોસ્તો મળી શકશો? નહીં મળી શકો બરાબર ને. હા Online તમારા દોસ્તો ને મળી શકશો પણ સામ-સામે તો નહીં મળી શકો ને. બીજો ગેરફાયદો એ પણ થશે કે તમારી આંખો બગડશે અને આંખો બગડવાથી આપના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. રમત રમવાની ના નથી પણ, એનો પણ સમય રાખવાનો કે કલાક તો કલાક જ રમવાનું પછી વધારે નહીં રમવાનું કે આગળ જતાં આપણને પછતાવો થાય.

પહેલા ના જમાનાની વાત કરીએ ત્યારે તો મોબાઇલ પણ ન હતા કે Net પણ નહોતું. તે વખતે તો લોકો આખો દિવસ Offline જ પ્રવૃતિ માં જ પસાર કરતાં હતા. નાના છોકરાઓ પણ આખો દિવસ બહાર જ રમે રમતો જેમ કે સતોડિયું ,ગિલીદંડા છે કે પછી પકડા-પકડી રમતા હતા અને પોતાનો સમય પસાર કરતાં હતા. રમતો રમીને થાકી જાય તો વૃક્ષ નીચે જઈને આરામ કરતા અને એનો છાયો લેતા હતા. બપોર થાય એટલે જમી લઈ અને પાછા બધા દોસ્ત ભેગા થઈને રમત રમવાની ચાલુ કરતાં અને દિવસ પૂરો કરતાં હતા. તે વખત ના જમાનમાં લોકો ના સ્વાસ્થ્ય કેટલા તંદુરસ્ત રહેતા હતા તે વખતે કોઈ ને પણ કોઈ જાત ની બીમારી પણ ન હતી. અત્યારે તો ઘરે ઘરે અમુક વાર સાંભળવા મળે છે કે તાવ આવ્યો,શરદી થઈ કે માથાં માં દુખાવો થયો વગેરે… જ્યારે પહેલા ના જમાના માં આવી કોઈ જ મુશ્કેલી ન હતી કેમ કે, તે વખત ના જમાના માં અત્યાર ના જમાના જેવા સાધનો ન હતા જે બધુ કામ સરળતા થી પતી જાય. તે વખતે લોટ દરવા માટે અત્યારે જે એલેક્ટ્રોનિક ઘંટી છે એવી ન હતી, તે વખતે હાથ થી ઘંટી ચલાવવી પડે એવી હતી જેમ કે લોટ દરવો હોય તો ઘંટી માં થોડા થોડા ઘઉં ના દાણા નાખવા ના અને ઘંટી ગોળ ગોળ ફેરવી ને લોટ દરવા માં આવતો હતો.

  ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ નાં જમાનામાં દોસ્તી ની કિંમત. Real Meaning of Friendship

બીજું પણ જોવા જઈએ તો પેલા ઘરે-ઘરે પાણી ભરવા નળ પણ ન હતા રોજ પાણી ભરવા તળાવ પાસે જવું પડતું હતું અને પાણી ભરવું પડતું હતું આવા કેટલા બધા કર્યો કરવા પડતાં હતા. પહેલા ના જમાના માં લોકો વહેલા ઊઠે બધુ કામકાજ પરવારીને પછી સાથે બેસીને સુખ-દૂ:ખ વાતો કરતાં. અત્યારે તો આપની બાજુ માં કોણ રહે છે એ પણ આપણાં ને ખબર નથી હોતી. કહેવાનું તાત્પર્ય એ છે કે તમને જ્યારે પણ થોડો સમય મળે તો એ સમય પ્રકૃતિ કે તમારા આજુબાજુ વાળા પાડોશી ને આપો. કેમ કે પ્રકૃતિ અને પાડોશી બંને ખૂબ અગત્ય ના છે. પાડોશી છે એ તમને મુશિબત ના સમય માં પહેલા આવીને ઊભા રહેશે કારણ કે તમે તમારા સગા-સંબધી ને ફોન કરશો ત્યારે એ આવશે અને એમને આવતા વાર લાગશે પણ પાડોશી ને એક બૂમ પાડશો તો તરત જ હાજર થઈ જશે એના માટે તમારા એમની સાથે એવા સંબધ હોવા જરૂરી છે અને બીજું પ્રકૃતિ સાથે સમય વિતાવવાથી આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને મન શાંત રહે છે. શિયાળા માં ઠંડી હવા ની મજા લઈ એ, અમુક વાર ઉનાળા માં થોડો તડકો ખઈએ અને ચોમાસા માં જ્યારે વરસાદ આવે એની મજા માણીએ. અમુક વાર જો તમારા ઘર ની નજીક કદાચ બાગ-બગીચો હોય ત્યાં જવાનું અને મસ્ત બાકડા પર બેસો અથવા તો બગીચા માં થોડું ફરી લો.

દોસ્તો Online માં પણ અમુક ફાયદા છે જેમ કે તમે Online રમતો તો રમો જ છો તો એની સાથે દરરોજ અડધો કલાક કે કલાક નવી-નવી શોધ-ખોળ કરો જેના વિશે તમને ખબર ના હોય. રોજ કઈ ને કઈ નવું-નવું શોધવાથી તમારું જ્ઞાન પણ વધશે અને વાંચન ની ટેવ પણ પડશે. Online થી ઘણા બધા ફાયદા થાય છે જે આપણે પહેલા વાત કરી. જેમ કે હમણાં વાત કરી કે નવી-નવી શોધખોળ કરવાથી જ્ઞાન વધશે તો એને પણ તમે Online તમારા દોસ્તો ને કહી શકશો અથવા તો Online Instagramકે Facebookપર જે Account બનાયું હોય એની પર પણ મૂકી શકો છો આમ બધાનું જ્ઞાન વધશે. દાખલા તરીકે તમને કોઈ રમત માં શોખ હોય કે ગીત ગાવામાં શોખ હોય તો એના વિશે Googleપર થી શોધીને Youtubeકે બીજા Online Account પર મૂકો અને બધાને જ્ઞાન આપો. બીજી બાજુ જોવા જઈએ તો તમને નવી-નવી વસ્તુ શીખવી હોય જેમ કે Photoshopછે કે Telly છે આમ ઘણા બધા કોર્સ શીખી શકો છો.

આમ જોવા જઈએ તો Online અને Offline બંને સિક્કા ની બાજુઓ છે જેમ સિક્કા ની એક બાજુ ઘસાઈ જાય તો સિક્કો નકામો થઈ જાય એવી જ રીતે Online અને Offline માંથી પણ એક વસ્તુ નીકળી જાય તો 50% જીવન અટકી જાય છે અને જીવન જીવવાનું ભારે થઈ જાય છે.

Online અને Offline ની આ દુનિયા આપણે બંને નો ઉપયોગ કરતાં રહીશું તો આપણે આપનું જીવન સરળતા થી જીવી શકીશું. આ બંને પર તો આપણી આખી દુનિયા આધારિત છે જે વર્ષો વર્ષ આવી જ રીતે ચાલશે. કારણ કે જે વસ્તુ Offline થાય એ Offline જ કરી શકાય અને જે વસ્તુ Online કરાય એ Online જ કરાય બંને ને અલગ રાખીશું તો જ જીવન માં મજા આવશે. જેમ મિઠાશ અને ખટાશ ને મિક્ષ ના કરી શકાય એમ જ Online અને Offline બંને ને એકબીજા માં મિક્ષ ના કરી શકાય. મિક્ષ કરીશું તો જીવન આનંદમય રીતે નહીં જીવી શકીએ અને મજા પણ નહીં માણી શકીએ.

દોસ્તો કહેવાય છે, ને ત્રાજવા બંને બાજુ ઓ સરખી આવે તો વસ્તુ બરાબર તોલાઈ છે એમ કહેવાય. જો ત્રાજવા માં એક બાજુ પણ ભારે થઈ જાય તો સંતુલન મેળવવું પડે છે તો વસ્તુ બરાબર તોલાઈ તેમ Online અને Offline બંને નો સમાંતર રીતે ઉપયોગ કરવો જોઈએ.

અત્યારે કોરોના ના લીધે Offline પ્ર્વૃતિ તો બંધ થઈ ગઈ છે અને ઘણું બધુ નુકશાન થયું છે. અમુક કંપનીઓ નો માલ વહેચતો બંધ થઈ ગયો છે. બધાને ઘણી બધી મુશ્કેલી ઓ વેઠવી પડે છે આ સમય જ બધા માટે કપરો છે એનો સામનો બધા એ મળીને કરવાનો રહેશે. કહેવાય છે ને,
“અંધારા પછી અજવાળું આવે જ છે.”

એવી જ રીતે આપણો દેશ કોરોના ના અંધકાર માંથી બહાર આવશે અને એક દિવસ અજવાળું કરીને જ રહેશે. આપણો દેશ પહેલા ની જેમ ખૂશ ખુશાલ રીતે જીવતો થઈ જશે. આપણો વ્યાપાર અને ધંધો પણ પહેલા ની જેમ પાછા શરૂ થઈ જશે. બધુ જ પહેલા ની જેમ થતાં વાર લાગશે પણ થઈ તો જશે કહેવાય છે ને

“કોઈ પણ વસ્તુ Impossible નથી કારણ કે Impossible નો મતલબ જ થાય છે કે,

I Am Possible.”

Written by: Janki Contractor

Instagram: http://instagram.com/jankiiii1406


One small request,

Bookmark: Ctrl + D
Bookmark this page so you can refer to it every time you want to read again.

CorrectSkill welcome and love new contributors so if you want to share anything on any topic?
Visit for more info: https://correctskill.com/submit-an-article/

I’m sure that you’ve liked this article and I hope this article is helpful and informative too for you Guys.

If you have any doubt then comment below we will try to help you as soon as possible.

Please share this article on social media channels so that more people can take benefits of this knowledge.

To read knowledgeable Articles LIKE Our Facebook Page, Follow Us On Twitter & Instagram and Subscribe Our YouTube Channel.

For any help or assistance, feel free to Contact us

Happy knowledge sharing! SHARING IS ❤️

Best of luck!


Disclaimer:

Use of material on this site without express permission is prohibited. All trademarks mentioned are the property of their respective owners. All rights reserved.
Spread the love

Written by

75   Posts

HELLO, I AM ARJUN GOPAL SHARMA Founder & CEO of CorrectSkill, Speaker, Educator, Young Entrepreneur, Author, Student, Actor, Web & Graphic Designer, Web Developer, Digital Marketing Consultant, Computer Hardware and Networking Engineer, Computer Security Expert, Ethical Hacker, Cyber Security Expert, Cyber Lawyer, Mentor… Read my full story on www.arjungsharma.com I’m happy to share my knowledge and ideas with you and I hope you join me. Website: http://www.arjungsharma.com Facebook: https://www.facebook.com/sharmaarjung Instagram: https://www.instagram.com/arjungsharma/ LinkedIn: https://linkedin.com/in/arjungsharma
View All Posts

One thought on “World of Online and Offline by Janki Contractor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat